જિમિત ત્રિવેદીની આવનારી ફિલ્મ વિવેક શાહ અને મેગ્નેટ મીડિયાની સાથે!

0
50

અક્ષય કુમાર સાથે ભૂલ ભૂલૈયા ફિલ્મથી કેરિયરની શરૂઆત કરનાર અને છેલ્લે અમિતાભ બચ્ચન અને રૂષિ કપૂર સાથે રૂપેરી પડદે અભિનય કરી ચૂકેલ જિમિત ત્રિવેદી ફિલ્મ જગતમાં સક્રિય થઈ ચૂક્યા છે. રંગમંચને પોતાનો પ્રથમ પ્રેમ માનનાર જિમિત ત્રિવેદી હવે સિલ્વર સ્ક્રીન પર પણ અભિનય કરવાને લઈ ઉત્સૂક જણાઈ રહ્યા છે.

ગત વર્ષે જિમિત ત્રિવેદી ધર્મેશ મહેતાનાં દિગ્દર્શનમાં બનેલી ગુજરાતી ફિલ્મ ચીલઝડપમાં મુખ્ય પાત્ર ભજવતા નજરે પડ્યા હતા. સાથે જ જીમીતે મર્દ કો દર્દ નહી હોતા ફિલ્મમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.

જિમિત ત્રિવેદી વધૂ એક ગુજરાતી ફિલ્મ કરવા જઈ રહ્યા છે.અને આ સંદર્ભે હમણા જ અભિનેતા જિમિત ત્રિવેદી વિવેક શાહ પ્રોડકશન અને મેગ્નેટ મીડિયાને મળ્યા પણ હતા.

સૂત્રોનું માનીએ તો આ ફિલ્મ સસ્પેંસ થ્રિલર કથાનક ધરાવતી ફિલ્મ હોઈ શકે છે.આ ફિલ્મમાં જિમિત નું પાત્ર એકદમ અલગ પ્રકારનું હશે.જો નિર્માતા અને અદાકાર વચ્ચે બધૂ સમૂ સૂતરૂ પાર ઉતરે તો આ ફિલ્મની શૂટિંગ થોડાક મહિનામાં જ શરૂ થઈ શકે છે.

આ સબંધે જ્યારે વિવેક શાહ પ્રોડકશનનાં કર્તાહર્તા વિવેક શાહ સાથે સંપર્ક કરવામાં આવ્યો તો વિવેક શાહે આ વિશે વાત કરતા જણાવ્યુ કે હમણા આ વિશે કંઈ પણ કહેવું વહેલુ ગણાશે.ચોક્કસથી અમે (વિવેક શાહ પ્રોડકશન અને મેગ્નેટ મીડિયા) એક પ્રોજેકટ પર કામ કરી રહ્યા છીએ અને આ વિશે ઝડપથી જ માહિતી સાર્વજનિક કરવામાં આવશે.

વિવેક શાહ પ્રોડકશન સાથે જોડાયેલા સૂત્રોનું કહેવુ છે કે આ પ્રોજેકટમાં વિવેક શાહ, કર્તવ્ય શાહ, ભાર્ગવ ત્રિવેદી અને કે અમર ડેની સાથે કામ કરી રહ્યા છે.

કોમિક રોલમાં છવાઈ જનારા જિમિત ત્રિવેદીને નવા અને અલગ પાત્રમાં જોવા જિમિત ત્રિવેદીનાં ફેન જ નહિ પણ ફિલ્મી કાફેની ટીમ પણ ઘણી ઉત્સુક છે.