હિતેશ ઠાકરની લિહાજનું ફસ્ટ લુક પોસ્ટર રિલીઝ, જલ્દી જ ટ્રેલર પણ આવશે

0
54

યંગ અમદાવાદ એંટરટેનમેંટ તરફથી રજૂ કરાઈ રહેલી ફિલ્મ લિહાજનું પોસ્ટર રિલીઝ થઈ ચૂક્યુ છે.ફિલ્મ લિહાજનું ટ્રેલર પણ આવનારા કેટલાક દિવસોમાં રિલીઝ કરવામાં આવશે.અને રંગોના તહેવાર ધૂળેટી ટાણે જ ફિલ્મ લિહાજને રૂપેરી પડદે દર્શકો સમક્ષ રિલીઝ પણ કરવામાં આવશે. हितेश ठाकर की लिहाज का फर्स्‍ट लुक पोस्‍टर रिलीज, ट्रेलर जल्‍द आएगा

ફિલ્મ લિહાજનું દિગ્દર્શન કરામત ગોરસીએ કર્યુ છે અને ફિલ્મ નિર્માણ હિતેશ ઠાકરની દેન છે.

રવિવારે સોશિયલ મીડિયા પર ફિલ્મ લિહાજનું પોસ્ટર રિલીઝ કરતી વખતે અભિનેતા અને નિર્માતા હિતેશ ઠાકરે કહ્યુ કે ..જલ્દી જ આવી રહ્યા છીએ…ધૂળેટી પર…ટ્રેલર માટે થોડીક રાહ જૂઓ.

એક ગંભીર વિષય પર આધારિત ગૂજરાતી ફિલ્મ લિહાજમાં રાહુલ રાવલ, નિસર્ગ ત્રિવેદી, મમતા ભાવસાર, દેવાંશુ શાહ, નિકિતા શર્મા, નિર્મલા પ્રજાપતિએ મહત્વની ભૂમિકા નિભાવી છે

રંગમંચનાં અવ્વલ કલાકાર હિતેશ ઠાકર વર્તમાનમાં જ રજૂ થયેલી ફિલ્મો સાહેબ અને બાબુભાઈ સેંટીમેંટલમાં પણ ઘણી મહત્વની ભૂમિકા નિભાવી ચૂક્યા છે.