Home Featured આગામી આ ફિલ્મોમાં જોવા મળશે ભાવિની જાની

આગામી આ ફિલ્મોમાં જોવા મળશે ભાવિની જાની

0

ગુજરાતના જાણીતા અને દિગ્ગજ કલાકાર એવા ભાવિની જાની ટુંક સમયમાં તમને આગામી ચાર જેટલી ગુજરાતી ફિલ્મોમાં જોવા મળશે. કોમેડી અને નેગેટીવ એવા તમામ પ્રકારના પાત્રને બખુબી નિભાવતાં ભાવિની જાની આગામી ગુજરાતી ફિલ્મોમાં વિવિધ પ્રકારના રોલમાં તમને જોવા મળશે. 

ભાવિની જાની હાલ અનેક ગુજરાતી ફિલ્મોમાં કામ કરી રહ્યાં છે. જેમાંથી કોઈ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયું છે તો કોઈ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. એક બિગ બજેટ ફિલ્મ લવની લવ સ્ટોરી આવી રહી છે. જેમાં ભાવિની જાની દાદીના પાત્રમાં જોવા મળશે. ‘છુટી જશે છક્કા’ ફિલ્મના ડાયરેક્ટર દુર્ગેશ તન્નાની આ બીજી ફિલ્મ છે. જેમાં પ્રતિક ગાંધી, દિક્ષા જોશી, મેહુલ બુચ, કલ્પના બુચ, વંદના વિઠલાણી, અને અનેક જાણીતા કલાકારો પણ છે. લવની લવ સ્ટોરી એક ફેમિલી ડ્રામા છે. જેમા રોમાન્સ, મસ્તી અને ફેમિલી બોન્ડિંગ જોવા મળશે.

આ સિવાય નિરંજન શર્મા એક ફિલ્મ લઈને આવી રહ્યાં છે ‘તુ મને લઈ જા’.  આ ફિલ્મમાં ભાવિની જાની શિક્ષિકાના રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેઓ મિસ મેરીના રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં એક દિકરીની વાર્તા છે. આ સિવાય સુરેશ પ્રેમવતી બિશ્નોઈની ‘દિયા ધ વન્ડર ગર્લ’ માં તેઓ દાદીના રોલમાં જોવા મળશે અને યોગેશ પટેલની ‘24 કેરેટ પિત્તળ’માં તેમનો ડોક્ટર તરીકેનો મહેમાન કલાકારનો રોલ છે.