મલ્હાર ઠાકરની આગામી ફિલ્મ ‘સારાભાઈ’નો ફર્સ્ટ લૂક રિલીઝ

  0
  63

  છેલ્લો દિવસ અને શરતો લાગુ જેવી સુપરહિટ ફિલ્મો કરનાર મલ્હાર ઠાકરની આગામી ફિલ્મ ‘સારાભાઈ’ નો ફર્સ્ટ લૂક રિલીઝ થયો છે.

  આ ફિલ્મનો ફર્સ્ટ લૂક જાણીતા વૈજ્ઞાનિક ડો. વિક્રમ સારાભાઈના 100મા જન્મ દિવસે રિલીઝ કરવામાં આવ્યો છે.

  મલ્હાર ઠાકરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફિલ્મનું પોસ્ટર રિલીઝ કર્યું છે. જેમાં તેણે કેપ્શન આપ્યું છે, ‘Last but not the least..સારાભાઈ ના આજે 100 વર્ષ’.

  આ ફિલ્મમાં પૂજા ઝવેરી મલ્હારની સામે મુખ્ય ભૂમિકામાં છે. નિરજ જોશી આ ફિલ્મને ડિરેક્ટ કરી રહ્યાં છે. ફિલ્મમાં પાર્થ ભરત ઠક્કરનું મ્યુઝિક છે અને નિરેન ભટ્ટના લિરિક્સ છે.