ધુનકી… સપનાં પૂરાં કરવાની સનક છે

    0
    76

    ધુનકી… એટલે લગન કંઈક કરવાની ધુનકી… અનીસ શાહના દિગ્દર્શન હેઠળ બનેલી ધુનકીમાં આ જ સનક છે. આઈ.ટી. પ્રોફેશનના બે યંગસ્ટર્સ કેવી રીતે એક સ્ટાર્ટ પાછળ ધુની થાય છે તે વાત છે ફિલ્મ ધુનકીમાં. ફિલ્મની પટકથા ખૂબ સીધી ને સરળ છે, છતાંય અટપટી છે.

    ફિલ્મનાં ગીતો ગણગણવા ગમે તેવાં છે. તેના શબ્દો ખૂબ સરસ છે, બેક ગ્રાઉન્ડ મ્યુઝિક તમે સાંભળેલું હોય તેવું લાગ્યા કરશે. ફિલ્મની સિનેમેટોગ્રાફી પણ ખૂબ સરસ છે. દરેક ફ્રેમ પટકથાને રજૂ કરે છે.

    ફિલ્મના કલાકારોએ અફલાતુન અભિનય કર્યો છે. દિક્ષા જોષી ન બોલ્યા સિવાય પણ આંખોથી ઘણો અભિનય કરી જાય છે. દિક્ષાના ફિયોન્સેનો રોલ કરનાર વિશાલનો અભિનય સાવ સહજ લાગે છે, તો વળી પ્રતીક ગાંધીની પત્નીના રોલમાં કૌશમ્બી ભટ્ટે કમાલ કરી છે. ફિલ્મમાં નાનાં પાત્રોનો અભિનય પણ ખૂબ કેચી છે. મહારાજના રોલમાં અંશુ જોષી ધ્યાન ખેંચી જાય છે.

    ફિલ્મમાં ખાલી સપનાની જ વાત નથી પણ રીયલ લાઈફની પણ વાત છે અને રીયલ બનાવવાના ચક્કરમાં જ ફિલ્મમાંથી ડ્રામેટિક એલિમેન્ટ ગાયબ છે, એટલે ફિલ્મ બોરિંગ અને લાંબી લાગવા માંડે છે. ઉત્સુકતા જગાડવામાં અને પ્રેક્ષકોને સીટ સાથે જકડી રાખવામાં ફિલ્મનું આ પાસું નિષ્ફળ છે.

    અર્બન ગુજરાતી ફિલ્મમાં આ ફિલ્મ એક એવરેજ ફિલ્મ છે, છતાંય યંગસ્ટર્સની વાત રજૂ કરતી એક અફલાતુન કહાની અને કંઈક હટકે ફિલ્મ તો કહી જ શકાય.