Movie Review : કેશ ઓન ડિલવરી – ક્રાઈમ થ્રિલર બનાવવાનો નિષ્ફળ પ્રયાસ

0
27

નોકરીનો પ્રથમ દિવસ, અઠવાડિયાનો પ્રથમ દિવસ અને નોકરીનો પ્રથમ ટાસ્ક એટલે કેશ ઓન ડિલીવરી.સોહામણો સિધ્ધાર્થ એક ડિલવરી બોય છે.એક મેડમનાં ઘરે કેશ ઓન ડિલવરી કરવા પહોંચે છે.મીઠી મીઠી વાતો કરી મેડમ સિધ્ધાર્થને ઘરમાં બોલાવે છે અને પાર્સલ રિસીવની સહી કર્યા વિના જ મેડમ ઘરમાં ચાલી જાય છે.

બેઠક રૂમમાં બેઠેલો સિધ્ધાર્થ મેડમનાં બહાર આવવાની રાહ જૂએ છે.પરંતૂ થોડીવાર પછી સિધ્ધાર્થને ખબર પડે છે કે મેડમનું ખૂન થઈ ગયુ છે.સિધ્ધાર્થ ઘટનાથી હેબતાઈ ત્યાંથી ભાગવાની કોશિશ કરે છે પણ આ જ વખતે સિધ્ધાર્થનાં ફોનમાં એક અજ્ઞાત કોલ આવે છે. સિધ્ધાર્થ ફોન કોલ પર મળવા વાળા આદેશોનું પાલન કરે છે જેના લીધે તે પોતાને ખૂનનાં આરોપમાંથી બચાવી શકે

સિધ્ધાર્થ પોતાનો હેતુ સાર્થક કરવા તેની વાચાળ ગર્લફ્રેન્ડ અદીતીને પણ ઘટનાક્રમમાં સામેલ કરે છે.ફિલ્મનાં અંતમાં ઘણા ખુલાસા થાય છે.અને મેડમની હત્યા કરવા વાળો પોલીસ ઓફિસર જેલનાં સળીયા પાછળ ધકેલાઈ જાય છે.ફિલ્મનાં અંતે સિદ્ધાર્થ પોતાનાં ઘરની છત પર હસતો જોવા મળે છે.

કેશ ઓન ડિલવરી એક સારી ગૂજરાતી ક્રાઈમ થ્રીલર બનવા સક્ષમ હતી પણ ફિલ્મનાં નિર્દેશક નીરજ જોશીએ તેને ક્રાઈમ થ્રીલરની સાથે સાથે મસાલા મુવી બનાવવાનાં ચક્કરમાં ફિલ્મને નબળી પાડી દીધી અને રોમાંચ અને રહસ્યને ફિલ્મમાં બરકરાર ન રાખી શક્યા.

નીરજ જોશીએ સિધ્ધાર્થને વધુ તકલીફ ન થાય માટે બધા પૂરાવા તેની સામે જ ધરી દીધા.જો સિધ્ધાર્થ થોડી વધૂ વીનંતી કરતા તો જાણે ખૂનનો પર્દાફાશ કરતા દસ્તાવેજ સામે ચાલીને જાણે તેના ઘરે પહોંચતા.વાર્તામાં મોટા કલાકારોની હાજરી નોંધાવવા કેટલાક પાત્રો બિનજરૂરી હોવા છતા ફિલ્મમાં ઘૂસાડવામાં આવ્યા છે.કલાકારોની સંખ્યા વધતા અસમંજસ ઉભી થાય છે અને ફિલ્મને એક ગતિમાં લઈ જવામાં ફિલ્મનાં દિગ્દર્શક બિલ્કુલ નિષ્ફળ રહ્યા છે.

મલ્હાર ઠાકર માત્ર ભાગ દોડ જ કરી રહ્યા છે.જો કે 6-7 સીનમાં મલ્હાર પોતાનો પ્રભાવ છોડવામાં સફળ થયા છે.ખાસ કરીને જ્યારે તે એક ઘરમાં છુપાય છે.વ્યોમાં નાળદી જે અદિતીનું પાત્ર ભજવે છે તે બોલ્ડ છોકરી તરીકે પ્રભાવ છોડે છે.એનું કારણ એ પણ છે કે અદિતીનાં ભાગે ફિલ્મમાં હાસ્ય જન્માવતા દ્રીઅર્થી સંવાદો આવ્યા છે.

ફિલ્મ પર પકડ જમાવી રાખવા નિર્દેશકે ગીતો નથી રાખ્યા પણ બેકગ્રાઉન્ડ સંગીત ઘણું જ હિનકક્ષાનું છે.ખાસ કરીને શાલીનીનાં ઘરે યોજાતી ગૂજરાતી પ્રાઈડ પાર્ટીનાં સમયે વાગવાવાળું મ્યુઝીક.

ફિલ્મ અંતિમ તબક્કામાં થોડી પકડ જમાવે છે..પણ આ કોશિશ સાપ નિકળી ગયા બાદ લીસોટા પકડવાની જેવી છે.ફિલ્મમાં વધૂ માવજત, થ્રિલરને અનુકુળ સંગીત અને બિનજરૂરી પાત્રોની છટણીની ખૂબ જરૂર હતી..જો એ થયુ હોત તો કેશ ઓન ડિલવરી સારી થ્રિલર બની શકી હોત.

  • કુલવંત હૈપી, અનુવાદ : કૌશિક સિંધવ