Movie Review : લવની ભવાઈ – એક સુંદર ત્રિકોણીય પ્રણયગાથા

0
149

ત્રિકોણીયા પ્રેમને દર્શાવતી બોલીવુડમાં અનેક ફિલ્મો બની છે જેમા ઘણી સફળ થઈ તો ઘણી નિષ્ફળ ગઈ છે.ગૂજરાતી ફિલ્મ લવની ભવાઈ પણ પ્રણયત્રિકોણ રજૂ કરે છે.પરંતુ લવની ભવાઈનો પ્રણય ત્રિકોણ ચીલાચાલુ નથી..આ એક નવીનતમ પ્રણય ત્રિકોણ છે.

સંદિપ પટેલ નિર્દેશિત લવની ભવાઈની વાર્તા આર જે અંતરા, બિઝનેસમેન આદિત્ય અને એંજીનિયર સાગરની આસપાસ ફરે છે.આદિત્યને અંતરા સાથે પ્રથમ નજરે જ પ્રેમ થઈ જાય છે જો કે અંતરાનાં જીવનમાં પ્રેમ જેવા ભાવ માટે કોઈ જગ્યા નથી જ્યારે આનંદ માટે તો પ્રેમ જ એનું જીવન છે.

સાગરનો તેની 24 મી ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ અંતરાનાં કારણે થાય છે.આ બ્રેકઅપથી ગુસ્સામાં આવેલ સાગર અંતરા સામે બદલો લેવા માગે છે.જેથી એક યોજના બનાવે છે પણ આ યોજનાનાં ફળસ્વરૂપ અંતરા સાગરનાં ગળાડૂબ પ્રેમમાં પડી જાય છે.બાદમાં આ પ્રેમકહાની ત્રિકોણીયો પ્રેમ બની જાય છે.

જો કે આ વાર્તાનો કલાઈમેક્સ પણ અન્ય ત્રિકોણીયા પ્રેમ જેવો જ છે.પરંતુ આ ફિલ્મનો ક્લાઈમેક્સ એવી રીતે રજૂ કરવામાં આવ્યો છે કે તમે તેની સાથે તાદાત્મયભાવ જોડ્યા વિના રહી નહિ શકો.આમ આ ત્રિકોણીયા પ્રેમમાં નાવીન્ય છે.

ફિલ્મ લવની ભવાઈનું દિગ્દર્શન અને સંપાદન સારી રીતે માવજતપૂર્વક થયુ છે.ફિલ્મનાં કલાકારો પાસે પણ સંદિપ પટેલ સારો અભિનય કરાવવા સફળ થયા છે.ફિલ્મનું લેખન કાર્ય પણ સુંદર છે.ફિલ્મના હાસ્ય જન્માવતા સંવાદો પેટ પકડાવીને હસાવે છે જ્યારે ગંભીર સંવાદો વિચાર કરવા મજબૂર કરી દે છે.

આર જે અંતરાનો રોલ આરોહી પટેલે પ્રભાવક રીતે કર્યો છે.મલ્હાર ઠાકરે સાગરનો રોલ પણ બખુબી નિભાવ્યો છે.આદિત્યનાં પાત્રમાં પત્રીક ગાંધી છવાઈ જાય છે.આરતી પટેલ જે ફિલ્મની નિર્માત્રી પણ છે એ આરતીની ફિલ્મમાં ઉપસ્થિતી ફિલ્મને આકર્ષક બનાવે છે.આ સિવાયનાં સહયોગી કલાકારોનો ઉત્કૃષ્ટ અભિનય પણ ફિલ્મને અવ્વલ દરજાની ફિલ્મ બનાવે છે.

લવની ભવાઈનું સંગીત,સિનેમેટોગ્રાફી અને બેકગ્રાઉંડ સંગીત આકર્ષક છે.અંતરાલ પૂર્વે ફિલ્મ ખૂબ જ મનોરંજક છે પણ અંતરાલ બાદ ત્રિકોણીયો પ્રેમ ફિલ્મમાં ભાવુક દશ્યો સર્જે છે.શરૂઆતથી અંત સૂધી વાર્તા એકધારી આગળ ધપે છે.જે દિગ્દર્શકની ક્ષમતા દર્શાવે છે.

રોચક વાત એ છે કે આ ફિલ્મમાં આરોહી પટેલ આર.જે અંતરા બની છે તો આ ફિલ્મ સાથે જ રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ સુલુમાં વિદ્યા બાલન પણ આર.જે સુલુનાં પાત્રમાં છે.

અંતમાં એટલુ કહીશ કે સંદિપ પટેલની લવની ભવાઈ એક ઉત્કૃષ્ટ અને ઉમદા ફિલ્મ છે.જે પ્રેમ કહાની પર આધારિત ફિલ્મોમાં પોતાનું આગવુ સ્થાન ધરાવે છે.આ ફિલ્મ પરિવાર અને મિત્રો સાથે માણવા જેવી ફિલ્મ છે.

  • કુલવંત હૈપી, અનુવાદ : કૌશિક સિંધવ