Home Reviews Music Reviews રોમેંટિક સોંગથી લઈને ગરબા સોંગ સુધી.. બધુ જ છે હંગામા હાઉસમાં..

રોમેંટિક સોંગથી લઈને ગરબા સોંગ સુધી.. બધુ જ છે હંગામા હાઉસમાં..

0

સપ્ટેમ્બર મહિનામાં રિલીઝ થઈ રહેલી ગુજરાતી ફિલ્મ ‘હંગામા હાઉસ’ નું મ્યુઝીક રિલીઝ થઈ ચુક્યુ છે.

યુવરાજ એન્ટરપ્રાઇસિસના પ્રોડક્શન હેઠળ બની રહેલી આ ફિલ્મમાં તમામ ગીતો એકથી એક ચઢિયાતા છે. ગરબા ક્વીન ફાલ્ગુની પાઠક, ગુજરાતના જાજરમાન સિંગર ઓસમાન મીર, બોલિવૂડના જાણીતા સિંગર નક્ષ અઝીઝે પોતાના અવાજનો જાદુ પાથર્યો છે. ઈકબાલ કુરેશી દ્વારા લખવામાં આવેલ ફિલ્મનું રોમેંટિક સોંગ ‘મીઠી મીઠી વાત છે’ ને પલક મુચ્છલ અને ફરહાદ ભિવંડીવાલાએ ગાયુ છે.

આ ગીતને બે ઘડી શાંતિથી બેસીને સાંભળવાનું મન થાય તેટલા સુંદર તેના શબ્દો અને અવાજ છે. ગુજરાતી ફિલ્મ હોય અને તેમાં ગરબા સોંગ ન હોય તેવું ક્યારેય ન બને એટલે ફિલ્મમાં ‘તારી મારી પ્રિત જાણે’ ગીતને ગરબા સ્ટાઇલમાં ફાલ્ગુની પાઠક અને ઓસમાન મીર દ્વારા ગાવામાં આવ્યું છે.

પરેશ હિંગુ દ્વારા લખવામાં આવેલ આ ગીતને સાંભળતા જ પગ થનગનવા લાગે એટલો સુંદર અવાજ અને મ્યુઝીક છે.