Saturday, December 21, 2024
HomeNewsગુજરાતની બે પ્રથમ સ્પોર્ટ્સ ફિલ્મ એક જ દિવસે ટકરાશે બોક્સ ઓફિસ પર

ગુજરાતની બે પ્રથમ સ્પોર્ટ્સ ફિલ્મ એક જ દિવસે ટકરાશે બોક્સ ઓફિસ પર

ગુજરાતી દર્શકોને હવે ટુંક જ સમયમાં પોતાની માતૃભાષા ગુજરાતીમાં બનેલી સ્પોર્ટસ ફિલ્મો જોવા મળશે. ગુજરાતી ફિલ્મ જગતમાં પ્રથમ વખત સ્પોર્ટ્સ પર બે ફિલ્મ બની છે. એક છે ‘ગુજરાત 11’ અને બીજી છે ‘દિયા ધ વંડર ગર્લ્’. નવાઈની વાત એ છે કે આ બંને ફિલ્મ એક જ દિવસે રિલીઝ થવા જઈ રહી છે.

‘ગુજરાત 11’ એ ફૂટબોલ પર બનેલી ફિલ્મ છે. જેમાં ફૂટબોલ કોચ મહિલા(ડેઈઝી શાહ) છે. ડેઈઝી શાહ જુવેનાઈલ જસ્ટીસ હોમમાં રહેતાં બાળકોને ફૂટબોલ શીખવાવની સાથે સાથે તેમને મેનર્સ પણ શીખવે છે અને બાદમાં તેમનામાં જીત માટેનું ઝનૂન ભરે છે. આ ફિલ્મને બોલિવૂડ અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા ડાયરેક્ટર જયંત ગિલાટરે બનાવી છે. જયંત ગિલાટર આ પહેલાં બોલિવૂડમાં ચોક એન્ડ ડસ્ટર અને ગુજરાતીમાં નટસમ્રાટ જેવી સુપરહીટ ફિલ્મ્સ બનાવી ચુક્યા છે. આ ફિલ્મમાં ડેઝી શાહ, ચેતન દહિયા, પ્રતિક ગાંધી, રૂપકુમાર રાઠોડ, કેવિન દવે જેવા ગુજરાતી કલાકારો છે.

‘દિયા ધ વંડર ગર્લ્’ ફિલ્મ એ અમદાવાદની 9 વર્ષની છોકરીની બાયોપિક છે. જેણે તેની માતાની પ્રેરણા દ્વારા, એક વર્ષના ટૂંકા ગાળામાં પોતાના નિશ્ચય અને સખત મહેનત થકી ટેકવોન્ડોમાં સબ જુનિયર માર્શલ આર્ટ્સ નેશનલ ગોલ્ડ મેડલ વિજેતા બની હતી. આ ફિલ્મના ડાયરેક્ટર સુરેશ બિશ્નોઇ છે અને તેમણે જ આ ફિલ્મની વાર્તા પણ લખી છે. નવાઈની વાત એ પણ છે કે જેની પર આ બાયોપિક બની છે તેણે પોતે (દિયા) જ આ ફિલ્મમાં અભિનય કર્યો છે. જે કદાચ ભારતીય સિનેમામાં પ્રથમ વખત હશે. આ ફિલ્મ ની સ્ટારકાસ્ટમાં દિયા જે પટેલ, દિવ્યા દ્વિવેદી, ચંદ્રેશ કંસારા, સુરજ વાઢવા જેવા કલાકારો જોવા મળશે.

આ બંને ફિલ્મ આગામી 29 નવેમ્બરના રોજ તમારા નજીકના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments