Wednesday, January 15, 2025
HomeNewsવિપુલ શર્માની ફિલ્મ કેમ છો ? નુ મોશન પોસ્ટર રિલીઝ

વિપુલ શર્માની ફિલ્મ કેમ છો ? નુ મોશન પોસ્ટર રિલીઝ

રતનપુર જેવી એક્શન થ્રિલર ગુજરાતી ફિલ્મ નિર્દેશિત કરનાર પટકથા લેખક અને ફિલ્મ નિર્દેશક વિપુલ શર્માની આગામી ફિલ્મ ‘કેમ છો’ ? નું મોશન પોસ્ટર રિલીઝ થયુ છે.

‘કેમ છો’ ? નું પોસ્ટર ખુબ જ શાનદાર છે. આ ફિલ્મમાં વિપુલ શર્માના પ્રિય અભિનેતા તુષાર સાધુ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. જ્યારે ફિમેલમાં કિંજલ રાજપ્રિયા મુખ્ય ભૂમિકામાં દેખાશે.

પારિવારીક અને કોમેડી ડ્રામા ફિલ્મ ‘કેમ છો’ ? આગામી વર્ષે 17 જાન્યુઆરીના રોજ રિલીઝ થશે. આ વિશે જાણકારી આપતાં ફિલ્મ નિર્દેશક વિપુલ શર્માએ જણાવ્યું હતું કે, આ ફિલ્મનું શૂટિંગ અમદાવાદના સુંદર લોકેશન્સ પર કરવામાં આવ્યું છે. આર્ટમેન ફિલ્મ્સ બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મનું સંગીત રાહુલ પ્રજાપતિએ તૈયાર કર્યું છે અને ફિલ્મના ગીતો મિલિંદ ગઢવી અને રાહુલ પ્રજાપતિ દ્વારા લખવામાં આવ્યા છે.

શ્રીકુમાર નાયક આ ફિલ્મની સિનેમેટોગ્રાફી કરી રહ્યાં છે અને રૂપાંગ આચાર્ય ફિલ્મનું એડિટીંગનું કામ કરી રહ્યાં છે.  ‘કેમ છો’ ?  

https://www.instagram.com/p/B4CERRBJk0U/?utm_source=ig_web_copy_link

ફિલ્મ એ વિપુલ શર્માના નિર્દેશન હેઠળ બની રહેલી ચોથી ફિલ્મ છે. આ સિવાય આઠ ફિલ્મોમાં વિપુલ શર્માએ લેખક તરીકે કામ કર્યું છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments