Monday, December 23, 2024
HomeMovie ReviewsMovie Review : બેંક બેંચર – પ્રેરણા, વેદના અને અરીસો

Movie Review : બેંક બેંચર – પ્રેરણા, વેદના અને અરીસો

ભણવામાં ઠોઠ ગોપાલ ત્રિવેદી, ગોપાલ ત્રિવેદીનાં ભવિષ્યને લઈ ચિંતીત કવિતા ત્રિવેદી અને દરેક પરિસ્થિતીને સ્વીકાર કરી ચાલવા વાળો જગદીશ ત્રિવેદી, આ ત્રણેય બાળક અને તેના પાલક એક જ પરિવારમાં રહે છે.આ પરિવાર વડોદરામાં રહે છે અને આ પરિવાર જ કીર્તન પટેલની ગૂજરાતી ફિલ્મ બેંક બેંચરનું કથાનક છે.

ગોપાલ મજમોજી બાળક છે.ભણવામાં તેને હોશિયાર બનાવવાનાં તમામ પ્રયાસ વિફળ જાય છે.ગોપાલની નિષ્ફળતાને સફળતામાં પરિવર્તિત કરવા માટે પિતા જગદીશ ત્રિવેદી હંમેશા ગોપાલની પડખે ઉભા રહે છે. પણ માતા કવિતા ત્રિવેદી ગોપાલનાં ભવિષ્યને લઈ તથા ગોપાલનાં ખરાબ અભ્યાસ પ્રદર્શનને લઈ સતત નારાજ અને ચિંતીત રહ્યા કરે છે.

ગોપાલનું નબળુ અભ્યાસ જીવન ઘરનાં સારા માહોલને બગાડવા લાગે છે.આ મોહાલમાં ગોપાલ પણ માનસિક તણાવ અનુભવે છે.અચાનક એક દિવાસ પિતાની વાતોથી વ્યથિત ગોપાલ ઘર છોડી ચાલ્યો જાય છે.ગોપાલનું આ પગલું કેટલાક માટે ખુશી તો કેટલાક માટે દુખ લઈ આવે છે.

દિગ્દર્શક કિર્તન પટેલનું દિગ્દર્શન સરાહનીય છે.દિગ્દર્શક કિર્તન પટેલ કલાકારો પાસે ઉમદા અભિનય કરાવવામાં સફળ થયા છે.ફિલ્મનો સ્ક્રીન પ્લે સુંદર છે.હાસ્ય ઉત્પન્ન કરતા સંવાદ અને ભાવનાત્મક સીન અસરકર્તા છે.જો કે ફિલ્મનાં સંપાદનમાં ઘણી ક્ષતિઓ જોવા મળે છે.ઘણા સીનને ફાલતુમાં જ લાંબા દર્શાવાયા છે.ઘણા સંવાદ પૂનરાવર્તિત થાય છે.આ બિનજરૂરી સીન પર દિગ્દર્શક કાતર ફેરવી શક્યા હોત.તેની જગ્યાએ ફિલ્મમાં થોડાક વધુ પ્રભાવશાળી સીન અને સંવાદ ઉમેરી શકાયા હોત.

ક્રિશ ચૌહાણ ગોપાલનાં પાત્રને ન્યાય આપી શક્યો છે.ક્રિશનો અભિનય આકર્ષક છે.છેલ્લા દિવસનો વીક્કી અહીં ગોપાલ બન્યો છે.ફિલ્મનાં શરૂઆતી દશ્યો છેલ્લા દિવસની યાદ અપાવે છે.કવિતાનાં પાત્રમાં ઓમી ત્રિવેદીનો અભિનય સરાહનીય છે.ઓમી ત્રિવેદીનું સૌંદર્ય,આવભાવ અને અભિનય દર્શકોને ફિલ્મ સાથે જોડે છે.જગદીશનાં પાત્રમાં ધર્મન્દ્ર ગોહિલનો અભિનય પણ સારો છે.આ સિવાય ઓમ ભટ્ટ જે ફિલ્મમાં ભોલાનું પાત્ર કરે છે તે ફિલ્મમાં જીવ રેડે છે.ચૈતન દૈય્યા, ભાવના જાની, પાર્થ ઓઝા, ભકિત કુબાવત મહેમાન રોલમાં ફિલ્મમાં તેમની હાજરી દર્શાવે છે.

ફિલ્મની સિનેમેટોગ્રાફી એવરેજ કક્ષાની છે.જો કે વિઝ્યુલ ઈફેકટ શાનદાર છે.આ ફિલ્મમાં આર્ટવર્ક, બેકગ્રાઉન્ડ સંગીત ઉત્તમ કક્ષાનું છે.ફિલ્મની પટકથા અનુસાર ફિલ્મની સ્ટારકાસ્ટ પણ સારી છે.

એવુ કહી શકાય કે આ વખતે બસ એક ચાંસનાં ફિલ્મકાર કીર્તન પટેલે વર્તમાન પ્રવાહને લગતી બેંક બેંચર બનાવી સાંપ્રત સમયને ઉજાગર કર્યો છે.દિગ્દર્શનની કેટલીક ક્ષતિઓ સાથે પણ બેંક બેંચર પોતાના લક્ષ્ય સૂધી પહોંચી છે અને તેનો હેતુ સાર્થક થયો છે.

બેંક બેંચર સમાજમાં ચાલતી ગળાકાપ હરિફાઈ, ભૌતિક વસ્તૂઓમાં જ સૂખની ઝંખના, સ્પર્ધાથી બાળકોમાં ઉભો થતો માનસિક તણાવ તથા ઘરેથી ભાગતા બાળકોના મા બાપની વિડંબનાને ઉજાગર કરી છે.

ફિલ્મનાં અંતમાં કિર્તન પટેલ એક સરપ્રાઈઝ આપે છે જે દર્શકોને ફિલગુડ કરાવે છે.

  • કુલવંત હૈપી, અનુવાદ : કૌશિક સિંધવ
RELATED ARTICLES

Most Popular

Recent Comments