બોલિવૂડના જાણીતા સિંગર, કમ્પોઝર, અભિનેતા અને રોકસ્ટાર હિમેશ રેશમિયા અમદાવાદના મહેમાન બન્યાં હતા. તેમની આગામી ફિલ્હેમ પી હાર્ડી અને હીર 3 જી જાન્યુઆરી 2020 ના રોજ વિશ્વભરમાં રિલીઝ થાય છે. જેના પ્રમોશન માટે તેઓએ પોતાની પત્ની સાથે શહેરની મુલાકાત લીધી હતી.
ફિલ્મ વિશે વાત કરતાં હિમેશ રેશમિયાએ જણાવ્યું હતું કે, ‘આ ફિલ્મ વર્ષની સૌથી મોટી મ્યુઝિકલ ફિલ્મ છે. જેમાં ત્રણ પાત્રો હેપ્પી, હાર્ડી અને હીરની લવ સ્ટોરી છે.’ હિમેશ રેશમિયા પ્રથમ વખત આ ફિલ્મમાં ડબલ રોલ ભજવતાં જોવા મળશે. સોનિયા માન તેમની સાથે મુખ્ય ભૂમિકા ભજવી રહી છે.
હિમેશ અને ફિલ્મના નિર્માતાઓ દીપશિખા દેશમુખ અને સબિતા માનકચંદ તેમજ મ્યુઝિક લેબલ ટીપ્સે આ ફિલ્મના પ્રમોશન માટે અલગ જ સ્ટ્રેટેજીનો ઉપયોગ કર્યો છે. તેમણે ટ્રેલર રિલીઝ કરતાં પહેલાં ફિલ્મના ગીતો રિલીઝ કર્યા હતા. હવે જ્યારે ‘તેરી મેરી કહાની’ અને ‘આશીકી મેં તેરી’ સાથેનું સંગીત એક બ્લોકબસ્ટર બની ગયું છે, ત્યારે આ ફિલ્મના નિર્માતા અને મ્યુઝીક લેબલ ટીપ્સે ભારતના 12 શહેરોમાં વિશાળ પ્રમોશનલ કોન્સર્ટ કરવાનું નક્કી કર્યું છે.
હિમેશ રેશમિયા એ જણાવ્યું હતું કે, “મને નથી લાગતું કે આ પહેલા કોઈપણ ફિલ્મ માટે આ પ્રકારની પ્રમોશનલ સ્ટ્રેટેજીનો ઉપયોગ થયો હશે, જે અમે અમારી ફિલ્મ માટે કર્યું છે. આ પાછળનો મુખ્ય હેતુ એ છે કે, લોકોએ આ ફિલ્મના મ્યુઝિકને રિલીઝ પહેલા જ સારો પ્રતિસાદ આપ્યો છે. તેથી અમે ભારતના 12 શહેરોમાં કોન્સર્ટ કરવાનું વિચાર્યું છે અને મને આશા છે કે, આ ફિલ્મ લોકોને ખુબ ગમશે. મને ડબલ રોલમાં જોવાનો અનુભવ કઈંક જુદો જ હશે તેની હું ખાતરી આપું છું.”
ફિલ્મનું ટ્રેલર ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે, પરંતુ ટ્રેલરની રિલીઝ ડેટને આવરિત રાખવામાં આવી છે. આ ફિલ્મનું શૂટિંગ યુકેના અનેક સુંદર શહેરોમાં કરવામાં આવ્યું છે. ફિલ્મનું નિર્માણ દીપશિખા દેશમુખ અને સબિતા માનકચંદ દ્વારા કરવામાં આવ્યું છે. રાકા દ્વારા દિગ્દર્શિત અને નૃત્ય નિર્દેશિકા કરવામાં આવી છે. ત્રીજી જાન્યુઆરી 2020 ના રોજ આ ફિલ્મ વિશ્વવ્યાપી રિલીઝ કરવામાં આવશે.