મલ્હાર ઠાકર અને આરોહી પટેલને મળી છે એક પરફેક્ટ સ્ક્રીપ્ટ!

0
255

જો તમે લવની ભવાઈ બાદ મલ્હાર ઠાકર અને આરોહી પટેલને ફરી એક વાર મોટા પડદે જોવા આતૂર છો તો તમારા માટે ખુશખબર છે કે આ જોડી એક લાંબા અંતરાલ બાદ ફરી એક વાર એક ફિલ્મમાં સાથે કામ કરવા જઈ રહી છે.

મિત્તલ શુક્લા અને નેહલ બક્ષી દ્રારા લિખીત આ ફિલ્મનું નિર્દેશન સંદીપ પટેલ કરશે.જે આ પૂર્વે લવની ભવાઈનું દિગ્દર્શન કરી ચૂક્યા છે.ફિલ્મમાં સચિન-જીગરની જોડી સંગીતનાં તાલ રેલાવશે.

એક મીડિયા હાઉસ સાથે વાત કરતા ફિલ્મનાં દિગ્દર્શક સંદીપ પટેલે કહ્યું કે ફિલ્મનો મોટો ભાગનો અંશ અમદાવાદમાં જ ફિલ્માવાશે.જો કે હજૂ સૂધી આ ફિલ્મનું શિર્ષક નક્કી થયુ નથી.

એક અંગ્રેજી સમાચાર પત્ર સાથે વાતચીત દરમિયાન મલ્હાર ઠાકરે આ ફિલ્મને લઈ ઘણો જ ઉત્સાહ અને રોમાંચ દર્શાવ્યો છે.આરોહી પટેલે પણ કહ્યુ કે વિતેલા 2 વર્ષમાં એમને એવી ઘણી ફિલ્મોની ઓફર આવી જેમાં મલ્હાર ઠાકર હિરો હોય.

પણ પોતે એક ફિલ્મની રાહ જોઈ રહી હતી જે ફિલ્મનો વિષય સામાજીક હોય અને આ ફિલ્મ જરા હટકે હોય