Saturday, December 21, 2024
HomeGujarati CinemaMovie Review : કરસનદાસ પે એન્ડ યુઝ – શેરીઓમાં પાંગરતી મનોરંજક પ્રેમકથા

Movie Review : કરસનદાસ પે એન્ડ યુઝ – શેરીઓમાં પાંગરતી મનોરંજક પ્રેમકથા

ફિલ્મો મનોરંજનનું સાધન છે- આ વાક્યને ગૂજરાતી ફિલ્મકાર કૃષ્ણદેવ યાજ્ઞિકનીં ફિલ્મો ચરિતાર્થ કરે છે.વાત હોય છેલ્લા દિવસની કે પછી કરસનદાસ પે એન્ડ યુઝની કે પછી..કૃષ્ણદેવ યાજ્ઞિકે કલ્પનાતીત મનોરંજન પિરસ્યુ છે.કરસનદાસ પે એન્ડ યુઝ દરમિયાન વાગતી સીટીઓ અને લોકોનું હાસ્ય દર્શાવે છે કે દર્શકોને કરસનદાસ પે એન્ડ યુઝ ખૂબ પસંદ આવેલી.

આ ફિલ્મની શરૂઆત ખૂબ જ ભાવનાત્મક અને સંવેદનશીલ સીનથી થાય છે જેમાં કાળુભા (જય ભટ્ટ) પોતાનાં જ સમાજનાં લોકો વિરૂધ્ધ ગુસ્સામાં બોલી રહ્યા છે.અને કાળુભાનાં આ ગુસ્સાનાં કારણને સમજવા ફિલ્મની વાર્તા કેટલાક મહિના પાછળ જાય છે.

જ્યાં ફિલ્મકાર ફિલ્મનાં હિરો ત્રિલોક (મયૂર ચૌહાણ) ને રજૂ કરે છે.અને તેના જીવનમાં જયા કે જે એક રિક્શા ડ્રાયવર ચિનુભા (ચેતન દય્યા) ની દિકરી છે તેનો પ્રવેશ કરાવે છે.

ત્રિલોક અને જયા એકબીજાને પ્રેમ કરવા લાગે છે અને આ વાત ચિનુભાને પસંદ નથી આવતી.ચિનુભા ત્રિલોકને તેની ઓકાત બતાવે છે જેનાથી રોષે ભરાયેલ ત્રિલોક પોતાના સામર્થ્યને દર્શાવવાની ચેલેંજ કરે છે.આ ચેલેંજની આસપાસ ફિલ્મની વાર્તા આગળ ધપે છે.

ફિલ્મનાં પહેલા સીનમાં કાળુભાનું લાગણીશીલ બનવું, બીજા સીનમાં ત્રિલોકની જબરદસ્ત એન્ટ્રી અને ત્રીજા સીનમાં જયાનાં પરિવારનો મજેદાર પરિચય ફિલ્મની શરૂઆતમાં જ પૈસા વસૂલની ભાવના ઉત્પન્ન કરે છે.ફિલ્મમાં સુંદરનું પાત્ર શરૂઆતથી અંત સૂધી રોચકતા અને ઉત્સાહ જાળવી રાખે છે.આ પાત્ર હેમાંગ શાહે ભજવ્યુ છે.

અભિનેતા જય ભટ્ટ અને ચેતન દય્યાએ પણ પોતાનાં પાત્રોને પૂરતો ન્યાય આપ્યો છે.દિક્ષા જોશી અને મયુર ચૌહાણનો અભિનય દર્શકોનાં માનસપટ પર અમીટ છાપ છોડે છે.તો હેમાંગ શાહ આ ફિલ્મ દ્વારા ગૂજરાતી સિનેમાનું તેમની અદાકારી તરફ ધ્યાન ખેંચવામાં સફળ થયા છે.

કૃષ્ણદેવ યાજ્ઞિકે છેલ્લા દિવસની જેમ કરસનદાસ પે એન્ડ યુઝમાં પણ વાર્તાની શરૂઆત ફલેશબેકથી કરી છે.અને એક પરિપક્વ ફિલ્મકારની જેમ ફિલ્મને આકર્ષક હદયસ્પર્શી સંવાદો સાથે શરૂઆતથી અંત સૂધી એક ગતિમાં બનાવી છે.દિલચસ્પ ઘટનાઓ દર્શકોને શરૂઆતથી અંત સૂધી જકડી રાખે છે.

છેલ્લે છેલ્લા દિવસમાં કૃષ્ણદેવ યાજ્ઞિકે દેખાડ્યુ હતુ કે કેવી રીતે કોફીનો એક કપ કોઈનું બ્રેકઅપ કરાવી શકે છે.અને આ વખતે કૃષ્ણદેવ યાજ્ઞિકે એ સાબિત કરી બતાવ્યુ કે એક ટોઈલેટ સાફ કરતા યુવક અને સાવરણી વડે સફાઈ કરતી યૂવતીની પ્રેમ કહાની રાજ અને સિમરનની પ્રેમકહાની કરતા પણ વધુ રોચક,હદયસ્પર્શી અને મનોરંજક બની શકે છે.

અંતમાં એટલું કહી શકાય કે અસામાન્ય વાર્તા, ઉત્કૃષ્ઠ દિગ્દર્શન અને શાનદાર અભિનય ધરાવતી કરસનદાસ પે એન્ડ યુઝ ગૂજરાતી સિનેમાની બહુચર્ચિત ફિલ્મોની યાદીમાં સમાવિષ્ટ થવા સક્ષમ ફિલ્મ છે.

  • કુલવંત હૈપી, અનુવાદ : કૌશિક સિંધવ

Chetan Daiya, Deeksha Joshi, Hemang Shah, Jay Bhatt, Karsandas Pay and Use Review, Mayur Chauhan, Movie Review

RELATED ARTICLES

Most Popular

Recent Comments