ગુજરાતી ફિલ્મ ગુજ્જુભાઈ ધ ગ્રેટથી પ્રખ્યાત થયેલા અભિનેતા સુનિલ વિશ્રાણી સાઉથના સુપરસ્ટાર પ્રભાસ અને શ્રદ્ધા કપૂર અભિનિત ફિલ્મ સાહોમાં જોવા મળશે.
સુનિલ વિશ્રાણીએ ફિલ્મીકાફે સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, તેમની ભાવિ ફિલ્મોની યાદીમાં બહુચર્ચિત સાહો પણ સામેલ છે.
સાહોમાં પોતાના રોલ વિશે વાત કરતાં સુનિલ વિશ્રાણી જણાવે છે કે, સાહોમાં હુ નાનકડી ભૂમિકામાં છું, પરંતુ મારો રોલ ખૂબ જ પ્રભાવશાળી છે, જે દર્શકોનાં મનમાં અમીટ છાપ છોડી જશે. સાહોના આ સીન દરમિયાન સુનિલ વિશ્રાણી દક્ષિણ ભારતીય ફિલ્મોનાં સુવિખ્યાત હાસ્ય કલાકાર વેન્નેલા કિશોર સાથે રૂપેરી પડદે જોવા મળશે.
સાથે જ સુનિલ વિશ્રાણી અન્ય એક હિન્દી ફિલ્મ પાગલપંતીમાં પણ જોવા મળશે.પાગલપંતીમાં સુનિલ શ્રાવણી સાથે અલી અસગર, રાહુલ દેવ, મુકુલ દેવ જેવા નામી કલાકાર પણ જોવા મળશે.
Prabhas, Shraddha Kapoor, Sunil Vishrani, Saaho Movie, Gujjubhai Most Wanted,