ડેઝી શાહનું ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પદાર્પણ

0
107

બોલિવૂડ સ્ટાર સલમાન ખાનની સાથે ‘જય હો’ ફિલ્મમાં લીડ રોલ ભજવનાર ડેઝી શાહ હવે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ પદાર્પણ કરવા જઈ રહી છે. ડેઝી શાહે તાજેતરમાં જ પોતાની ગુજરાતી ફિલ્મ માટે વડોદરામાં કેટલાક સીન શૂટ કર્યા છે.

જયંત ગિલતાર નિર્દેશિત ફિલ્મ ‘ગુજરાત 11’ માં ડેઝી શાહ ગુજરાતી અભિનેતા પ્રતિક ગાંધી સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

મળેલી માહિતી અનુસાર ડેઝી શાહ આ ફિલ્મમાં કોચની ભૂમિકા ભજવશે. સ્વતંત્રતા દિવસના અવસરે ડેઝી શાહે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, વડોદરામાં ‘ગુજરાત 11’ ના એક મહત્વપૂર્ણ સીનનું શૂટિંગ કર્યું હતું. આ ફિલ્મ આ વર્ષના અંતમાં રિલીઝ થાય તેવી શક્યતા છે.