અભિનેતા મલ્હાર ઠાકરનું Official Statement – Corona pandemic તો જતો રહેશે પણ આ negative pandemicનું શું?

0
46

Actor Malhar Thakar’s Official Statement

કોરોના મહામારીની સાથે કદાચ બીજી કેટલીય બિમારી પ્રસરી છે ને એમાંની એક એટલે નકારાત્મકતા. કોઈ કંઈ પણ કરે એ નકામું છે, બિનજરૂરી છે, માત્ર પબ્લિસિટી સ્ટંટ છે એવું માનવા માંડવાનું, એટલું જ નહીં, એવો પ્રચાર ને પ્રસાર પણ કરવાનો. કોરોનાની દવા તો કદાચ શોધાઈ જશે પણ આ નકારાત્મકતાની ?? મારી વાત કરું તો અત્યાર સુધી મેં કોઈ સાથે સંઘર્ષ નથી કર્યો, નથી કોઈ નિર્માતાને હેરાન કર્યા, નથી કોઈને માટે ઉતરતી ભાષા વાપરી, કંઈ જ નહીં.
સતત વ્યસ્ત રહેનારો હું આ લોકડાઉન દરમ્યાન પણ મારા સાથી કલાકારો માટે ચિંતા કરતો રહ્યો, કંઈ કેટલીય જગ્યાએ દાન કર્યા, સોશિયલ મિડીયા પર જુદા જુદા કલાકારો, આર જે, પત્રકારો ને કવિ લેખકો સાથે જોડાતો રહ્યો. આ દરમ્યાન એકાદવાર એક પંક્તિની કવિતા ય ક્યાંક સ્ફુરી તો એને ય સોશિયલ મિડીયા પર મૂકી.

Image may contain: 1 person

બસ, જાણે કોઈનું ખૂન કરી નાખ્યું હોય એમ લોકો બગડ્યા. મારા નામે અસંખ્ય મિમ બનવા લાગ્યા, મારી એક એક વાતને વખોડવામાં આવી ( ગાળ અને અભદ્ર શબ્દો સાથે ), હું ચૂપ રહ્યો તો ય એમનાથી સહન ન થયું. મને જાતજાતના સંગઠનો તરફથી ધમકી અપાઈ, ગુજરાતી ટીવી ચેનલોએ માફી માંગવાની ફરજ પાડી ને એ પણ મારા માટે નિમ્ન સ્તરના શબ્દ પ્રયોગ સાથે રજૂ કરાઈ.

આ નફરત કોના માટે ? એવું તો શું ચાલતું હશે એમના મગજમાં ? એમની સાથે આવું કંઇક થયું હોત તો ?? આવા કેટલાય વિચાર આવી ગયા. સાચું કહું તો કોઈને કશુંક કરવા માટે ધકેલવા એ પણ એક પ્રકારનો ગુનો બને છે એ કદાચ આમાંથી કોઈ નહીં જાણતું હોય. જેની સાથે આવું થતું હોય એની માનસિક પરિસ્થિતિ શું થઈ હશે એની દરકાર કોઈએ કરી નહીં.
Humour ને bullying/trolling વચ્ચે બહુ મોટો ફરક છે એ કદાચ એમને ખ્યાલ નહીં આવ્યો હોય ને જે મારી સાથે થયું એ bullying હતું એવી સાદી સમજ રહી નહીં આ દરમ્યાન કોઈને. Corona pandemic તો જતો રહેશે પણ આ negative pandemicનું શું?

આ અઠવાડિયા માટે સોશિયલ મિડીયા પરથી બ્રેક લીધો પછી બે જ સત્ય સામે આવ્યા છે. ૧) આવા લોકોએ પોતાની સારવાર કરાવવાની જરૂર છે, પોતાનામાં રહેલી નકારાત્મકતા દૂર કરવાની જરૂર છે અને ૨) આ દરમ્યાન મારી પડખે રહેલા લોકો અને તમે, મારા ચાહકો, હું તમારો મલ્હાર છું અને હંમેશા રહીશ.