Thursday, March 26, 2026
Home Aansune Kisse Gujarati ‘દિકરી તો પારકી થાપણ કહેવાય’ ગીત માટે કેમ જુઠ્ઠુ બોલ્યા લતા મંગેશકર...

‘દિકરી તો પારકી થાપણ કહેવાય’ ગીત માટે કેમ જુઠ્ઠુ બોલ્યા લતા મંગેશકર ?

0
86

ગુજરાતી ફિલ્મ પારકી થાપણ માટે અવિનાશ વ્યાસ દ્વારા લખવામાં આવેલ આ ગીતના સંગીતકાર ગૌરાંગ વ્યાસ છે. ‘દિકરી તો પારકી થાપણ કહેવાય’ ગીત પહેલાં અલ્કા યાજ્ઞિકને ઓફર થયું હતું.

જોકે આ ગીત ખુબ ભાવનાસભર હોવાથી સંગીતકારે ગીત માટે લતા મંગેશકરનો આગ્રહ રાખ્યો. ગીતની ડેડલાઈન નજીક હતી. માત્ર ત્રણ જ દિવસનો સમય હતો. સ્ટુડિયો પણ બુક હતો. પરંતુ લતા મંગેશકર જેવા દિગ્ગજ આટલો જલ્દી સમય આપે તે મુશ્કેલ હતું. છતાં ગૌરાંગ વ્યાસે લતાજીને આ ગીત માટે મનાવી લીધા.

ખુબ જ નવાઈની વાત છે કે એ દિવસે લતાજીએ ખયામ સાહેબના ગીત માટે ગળુ ખરાબ હોવાનું બહાનું બનાવી દીધુ અને સાંજના સમયે ક્યારેય ગીતનું રેકોર્ડિંગ ન કરતાં હોવા છતાં પણ આ ગુજરાતી ગીતને સાંજે રેકોર્ડ કર્યુ. આ ગીત એટલુ બધુ સુંદર રીતે ગવાયુ હતું કે, જ્યારે આ ગીત થિયેટરમાં પડદા પર આવતુ હતુ ત્યારે લોકો સિક્કાઓનો વરસાદ વરસાવતા હતા.