બોલિવૂડના એ સિંગરો જેમણે ગુજરાતી ગીતોને આપ્યો અવાજ

0
56

કે. કે. : તડપ તડપ ફેમ સિંગર કે. કે. (ક્રિષ્નકુમાર કુન્નાથ) એ પણ ગુજરાતી ફિલ્મ ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડરમાં પોતાના અવાજનો જાદુ પાથર્યો છે. આ ફિલ્મના રોમેંટિક સોંગ ‘તારી મારી વાતો’ ને કે. કે. એ અવાજ આપ્યો છે.

શાન : બોલિવૂડના પ્લેબેકે સિંગર શાને પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું યોગદાન આપ્યું છે. ગુજરાતી ફિલ્મ ‘બેટર હાફ’ માં ‘મને કોણ આ’ અને 2017માં રિલિઝ થયેલી ‘પપ્પા તમને નહીં સમજાય’ માં ‘ચુસ્કી’ ગીતને પોતાનો અવાજ આપ્યો છે.

અરીજીત સિંગ : યુવા દિલોની ધડકન એવા બોલિવૂડ સિંગર અરીજીત સિંગે પણ ગુજરાતી ફિલ્મ માટે ગીત ગાયેલુ છે. અરીજીતે ‘રોંગ સાઇડ રાજુ’ ફિલ્મનું ખુબ જ ફેમસ ગીત ‘સતરંગી રે’ ગાયુ હતું. સચિન-જીગરના મ્યુઝીક અને અરીજીતના અવાજે આ ગીતમાં એવો તો જાદુ પાથર્યો કે ગુજરાતના દરેક યુથના મોઢે આ ગીત ચઢી ગયુ હતું.

નક્ષ અઝીઝ : ‘ગંદી બાત’, ‘સેલ્ફી લે લે રે’, ‘બ્રેક અપ સોંગ’ ફેમ સિંગર નક્ષ અઝીઝે ગુજરાતી ફિલ્મ કરસનદાસ પે એન્ડ યુઝ અને ફેરા ફેરી હેરા ફેરી માટે ગીત ગાયેલા છે. જેમાં કરસનદાસ પે એન્ડ યુઝમાં ‘આઇ જ્યો’ અને ફેરા ફેરી હેરા ફેરીમાં ‘આઇકન’ ગીત માટે અવાજ આપ્યો છે. આ ઉપરાંત ટુંક સમયમાં રિલિઝ થનારી ફિલ્મ હંગામા હાઉસ માટે ‘ઢીંગ ઢીંગ ધમાલ’ પણ ગાયુ છે.