Tuesday, December 3, 2024
HomeCine Specialગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બોલિવૂડનાં ફિમેલ સિંગરોનું યોગદાન

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બોલિવૂડનાં ફિમેલ સિંગરોનું યોગદાન

લતા મંગેશકર : ભારતનું ગૌરવ અને સૂરોની મહારાણી લતા મંગેશકરે પોતાનો મધુર કંઠ માત્ર બોલિવૂડને જ નહીં પરંતુ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પણ આપ્યો છે.

ગુજરાતનું ખુબ જ જાણીતુ અને ચર્ચિત ગીત ‘દિકરી તો પારકી થાપણ કહેવાય’ ને લતા મંગેશકરે પોતાનો કંઠ આપ્યો હતો. આ સિવાય માને તો મનાવી લેજો રે, ઓધાજી રે મારા વાલાને વઢીને કેજોરે, વૈષ્ણવ જન તો તેને રે કહીએ, હે કાનુડા તારી ગોવાલણ જેવા ગુજરાતી ગીતો પણ ગાયા છે.

અલ્કા યાજ્ઞિક : નેશનલ એવોર્ડ વિજેતા અને બોલિવૂડના જાણીતા સિંગર અલ્કા યાજ્ઞિકે વર્ષ 2017માં આવેલી ગુજરાતી ફિલ્મ ‘કેરી ઓન કેસર’માં ‘કાળજાનો કટકો’ ગીતને પોતાનો મધુર અવાજ આપ્યો હતો.

સુનિધિ ચૌહાણ : બોલિવૂડની સુરીલી સિંગર સુનિધિએ પણ ગુજરાતી ફિલ્મ રતનપુર માટે ગીત ગાયેલુ છે. ‘ઉડુ આજે આકાશમાં’ ગીતને સુનિધિએ ખુબ જ સુંદર રીતે ગાયુ છે.

Lata Mangeshkar, Sunidhi Chauhan, Alka Yagnik

RELATED ARTICLES

Most Popular

Recent Comments