Home Gossip/News નાટક નિર્માતા વિવેક શાહનાં ‘ક કમળનો ક’થી ગુજરાતી ફિલ્મ નિર્માણમાં પગરણ

નાટક નિર્માતા વિવેક શાહનાં ‘ક કમળનો ક’થી ગુજરાતી ફિલ્મ નિર્માણમાં પગરણ

0

ફિલ્મ અભિનયની દુનિયાની સાથે સાથે રંગમંચની દુનિયામાં ઝડપથી વિસ્તરી રહેલા અભિનેતા અને નાટક નિર્માતા વિવેક શાહ હવે ફિલ્મ નિર્માણનાં શ્રીગણેશ કરી રહ્યા છે.

નાટક નિર્માતા વિવેક શાહે એક ફિલ્મકાર તરીકે ‘ક કમળનો ક’ ફિલ્મનાં નિર્માણની જાહેરાત કરી છે. રાજેશ ઠક્કરનાં બેનર હેઠળ બનનારી ફિલ્મ ક કમળનો કમાં વિવેક શાહ સહનિર્માતાનાં રૂપમાં જોડાયેલા છે.

નોંધનીય છે કે આ ફિલ્મનું દિગ્દર્શન અમર ડૈની કરવા જઈ રહ્યા છે. ફિલ્મનાં સંવાદ ગીતા માણેક અને ભાર્ગવ ત્રિવેદીની જોડી લખશે. ફિલ્મની સ્ટાર કાસ્ટ મામલે પણ ટૂંક જ સમયમાં અધિકારીક ઘોષણાની પૂરી સંભાવનાઓ છે.

અંતમાં જણાવી દઈએ કે વિવેક શાહે અત્યાર સૂધી અભિનેતા તરીકે નવરી બજાર, કમિટમેંટ, તૂ તો ગયો જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે.