Home Gujarati Cinema એક્શન, થ્રિલર અને કોમેડીથી ભરપૂર ‘ચિલઝડપ’નું ટ્રેલર રિલીઝ

એક્શન, થ્રિલર અને કોમેડીથી ભરપૂર ‘ચિલઝડપ’નું ટ્રેલર રિલીઝ

0

એક્શન, થ્રિલર અને કોમેડીથી ભરપૂર ફિલ્મ ‘ચિલઝડપ’નું ટ્રેલર રિલીઝ થઈ ચુક્યું છે. આ ફિલ્મ 6 સપ્ટેમ્બરે રિલિઝ થવા જઈ રહી છે.

બેંક લૂંટથી ફિલ્મની સ્ટોરી શરૂ થાય છે. મુંબઈની એક બેંકમાં લૂંટ થાય છે. ત્યાર બાદ આ લૂંટ કોણે કરી અને  કેવી રીતે આ ઘટનાને અંજામ આપ્યો તે અંગે તપાસ શરૂ થાય છે. આ તપાસ દરમિયાન એક બાદ એક નવા પાત્રો સામે આવતાં જાય છે અને અનેક રહસ્યો પરથી પડદો ઉંચકાતો જાય છે. જોકે લૂંટ કોણે કરી અને તે પાછળનો ઈરાદો શું હતો તે તો ફિલ્મ જોયા બાદ જ ખબર પડશે.

ધર્મેશ મહેતાના ડિરેક્શન હેઠળ બની રહેલી આ ફિલ્મમાં ગુજરાતના જાણીતા અભિનેતા જૈમિત ત્રિવેદી, સાવધાન ઇન્ડિયા ફેમ સુશાંતસિંહ, રાગી જાની, હરિક્રિષ્ન દવે અને જીતેન્દ્ર ઠક્કર જોવા મળશે. રાજુ રાયસિંઘાની ફિલ્મને પ્રોડ્યુસ કરી રહ્યાં છે અને વિહાંગ મહેતાએ ફિલ્મની સ્ટોરી લખી છે. ફિલ્મમાં પિયુષ કનોજીયાનુ મ્યુઝીક છે. ફિલ્મમાં એક્શન, સ્ટંટ, ધમાલ અને કોમેડી બધુ જ છે. ટુંકમાં ટ્રેલર જોયા બાદ તો આ ફિલ્મ ફૂલ એન્ટરટેઇન લાગી રહી છે.