ક્રાઈમ અને એક્શન ફિલ્મ ‘જી’ નું ટીઝર રિલીઝ

0
56

ક્રાઈમ, એક્શન અને થ્રિલરથી ભરપૂર  ‘જી’ ફિલ્મનું ટીઝર રીલીઝ થઈ ચુકયું છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો દ્વારા બેફામ રીતે દારૂનો ધંધો કરવામાં આવે છે અને ફિલ્મની ટેગલાઈન ‘જે કાયદા માં રહેશે એ ફાયદા માં રહેશે’ મુજબ કેટલાક ઈમાનદાર પોલીસ ઓફિસરો દ્વારા દારૂબંધીના કાયદાને કડક બનાવવા માટે પગલાં ભરવામાં આવે છે.

ત્યાર બાદ શરૂ થાય છે પોલીસ ઓફિસરો અને બુટલેગરો વચ્ચે ઘર્ષણ. જેમાં અનેક પોલીસ ઓફિસરોએ પોતાના જીવ ગુમાવવા પડે છે.  

ડાયરેક્ટર મયુર કાછડિયાની આ ફિલ્મથી ડિજીટલ પ્લેટફોર્મ પર રાજ કરનાર અન્વેશી જૈન અને ચિરાગ જાની ગુજરાત ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પદાર્પણ કરવા જઈ રહ્યાં છે. અભિમન્યુ સિંહ ખલનાયકના રોલમાં ખુબ જ દમદાર લાગી રહ્યાં છે. આશાદીપ સિને પ્રોડક્શનના બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મને મહેન્દ્ર એચ. પટેલ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે. ફિલ્મની સ્ટોરી સંજય પ્રજાપતિએ લખી છે અને મૌલિક મહેતા તેમજ રુષિક પટેલનું મ્યુઝીક છે.