Home Featured ક્રાઈમ અને સસ્પેન્સ ‘રઘુ સીએનજી’ નું ટીઝર રિલીઝ

ક્રાઈમ અને સસ્પેન્સ ‘રઘુ સીએનજી’ નું ટીઝર રિલીઝ

0

ક્રાઇમ, સસ્પેન્સ અને થ્રિલર એવી ‘રઘુ સીએનજી’ ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ ચુક્યુ છે.

ફિલ્મની શરૂઆત થાય છે ‘કિસ્મત અને કર્મ સિક્કાની બે બાજુ હોય છે’ જેવા ડાયલોગ સાથે  અને ત્યાર બાદ થાય છે કિડનેપિંગથી. એક રિક્ષાવાળો એક કપલનું કિડનેપિંગ કરે છે અને ત્યાર બાદ હત્યા. ત્યાર બાદ ગુજરાતના જાણીતા કલાકર ચેતન દૈયાની એક પોલીસ ઓફિસર તરીકે એન્ટ્રી થાય છે. જેઓ આ ફિલ્મમાં આ મર્ડર મિસ્ટ્રીને સોલ્વ કરતાં દેખાશે. આ મર્ડર મિસ્ટ્રી સોલ્વ થવાની સાથે સાથે અનેક રહસ્યો પરથી પડદો પણ ઉંચકાતો જશે.

વિશાલ વડાવાલાના નિર્દેશન હેઠળ બની રહેલી આ ફિલ્મ ક્રાઇમ, સસ્પેન્સ અને થ્રિલરનો ખજાનો છે. ફિલ્મનું ટીઝર જોતાં જ સમજાય છે કે કંઈક નવા જ કોન્સેપ્ટ સાથેની આ ફિલ્મની સ્ટોરી પણ સુપર હશે. ફિલ્મની સ્ટોરી વિશાલ વડાવાલા દ્વારા લખવામાં આવી છે.

ફિલ્મમાં ચેતન દૈયા સિવાય લીડ રોલમાં જગજીતસિંહ વઢેર, ઈથાન, શર્વરી જોશી પણ દેખાશે. જગજીતસિંહ વઢેર રૂપેરી પડદે પ્રથમ વખત એક્ટિંગ કરતાં જોવા મળશે.ફિલ્મના પ્રોડ્યુસર જે કે ઠુમર છે.