‘બજાબા ધ ડોટર’નું ટ્રેલર રિલીઝ

0
216

એક બે નહીં પરંતુ છથી સાત ઈન્ટરનેશનલ એવોર્ડ મેળવી ચુકેલ ફિલ્મ ‘બજાબા ધ ડોટર’ નું ટ્રેલર રિલીઝ થઈ ચુક્યું છે. ટુંક જ સમયમાં આ ફિલ્મ તમારા નજીકના થિયેટરમા પણ જોવા મળશે. મહિલાઓને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવેલી આ ફિલ્મ 13 સપ્ટેમ્બરના રોજ થિયેટરમાં રિલીઝ થશે.

બજાબાનો અર્થ સમજાવતાં ફિલ્મના ડાયરેક્ટર રમેશ કરોલકર જણાવે છે કે, ‘કેટલાક સમાજમાં દિકરીને બા કહીને બોલાવવાની પરંપરા છે. તેના પરથી આ ફિલ્મનું નામ રાખવામાં આવ્યું છે. આ ફિલ્મનું કેન્દ્રસ્થાન એક દિકરી જ છે. 14 વર્ષની એક દિકરીના લગ્ન થઈ જાય છે અને ત્યાર બાદ તે ગર્ભવતી બની જાય છે. ત્યાર બાદ તેના જીવનમાં કેવી  પરિસ્થિતિ ઉભી થાય છે અને તેનો સામનો તે કેવી રીતે કરે છે. તેનું વર્ણન કરતી વાર્તા છે.’ રમેશ કરોલકર જણાવે છે કે, ‘આ ફિલ્મ સામાજીક સંદેશ આપવાની સાથે સાથે દર્શકોને મનોરંજન પણ પુરુ પાડશે.’

આ ફિલ્મને ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ એક્ટર ફિમેલ (નિલમ પટેલ) અને બેસ્ટ સિનેમેટોગ્રાફર માટે એવોર્ડ પણ મળેલ છે.