અન્વેશી જૈનનું ચિરાગ જાની સાથે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ

0
161

લાંબા સમય સુધી ડિજીટલ પ્લેટફોર્મ પર રાજ કર્યા બાદ હવે અન્વેશી જૈન હવે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પદાર્પણ કરવા જઈ રહી છે.

ડાયરેક્ટર મયુ કાછડિયાની આગામી ફિલ્મ ‘જી’ માં લીડ રોલમાં અન્વેશી જૈન, ચિરાગ જાની અને ખલનાયકના રોલમાં અભિમન્યુ સિંહ જોવા મળશે.

વેબ પ્લેટફોર્મ પર જબરજસ્ત પ્રદર્શન કરી રહેલી અન્વેશી જૈનને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પદાર્પણ અંગે પુછવામાં આવ્યું તો તેણે જણાવ્યું હતું કે, મને વિશ્વાસ છે કે રિજનલ સિનેમા મને મારી અભિનય ક્ષમતાને આગળ ધપાવવાનો અવસર આપશે. ત્યાર બાદ એક અભિનેત્રીના રૂપમાં મારી મલ્ટી ટેલેન્ડેટ પ્રતિભા દેખાડશે. અન્વેશીએ આ ફિલ્મ વિશે જણાવતાં કહ્યું હતું કે, મારે જે રોલની શોધ હતી તે પ્રકારની ભૂમિકા મને આ ફિલ્મમાં મળી છે.

મહેન્દ્ર એચ. પટેલ દ્વારા પ્રોડ્યુસ અને આશાદીપ સિને પ્રોડક્શનના બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મથી ચિરાગ જાની પણ ડેબ્યુ કરી રહ્યાં છે.