‘દિયા-ધ વંડર ગર્લ’ ફિલ્મ અમદાવાદની 9 વર્ષની છોકરીની બાયોપિક છે. જેણે માત્ર એક જ વર્ષના ટુંકાગાળામાં સતત પ્રેક્ટિસ, ટ્રેનિંગ, કઠણ પરિશ્રમથી અને તીવ્ર નિર્ણય શક્તિ દ્વારા કોરિયાઈ તાયક્વોડોમાં સબ જૂનિયર માર્શલ આર્ટ્સમાં નેશનલ ગોલ્ડ મેળવ્યો છે.
માર્શલ આર્ટ્સની ટ્રેનિંગથી લઈને નેશનલ ગોલ્ડ મેળવવા સુધીની દિયાની સફર સરળ નથી રહી. જ્યારે દિયાએ સબ જૂનિયર જિલ્લા લેવલની ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો ત્યારે તેનાં પ્રતિસ્પર્ધીઓએ તેને ખરાબ રીતે ઈજાગ્રસ્ત કરી હતી. જેનાં કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યાર બાદ દિયાના પરિવારે તેને ટ્રેનિંગ લેવાની મનાઈ કરી દીધી હતી.
આ સમય દિયાના કોચ મહેન્દ્ર માટે પણ મુશ્કેલીભર્યો હતો. જોકે દિયાની ઈચ્છાશક્તિ આગળ પરિવાર ઝુકી ગયો હતો. અને દિયાએ ફરીથી એક વખત પોતાની સફરની શરૂઆત કરીને રાષ્ટ્રીય વિજેતાના રૂપમાં પોતાની ઓળખ બનાવી.
‘દિયા-ધ વંડર ગર્લ’ ફિલ્મની વાર્તા સુરેશ પ્રેમવતી બિશ્નોઈએ લખી છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા દિયા પટેલ ભજવી રહી છે. તો સાથે જ દિવ્યા દ્વિવેદી, ચંદ્રેશ કંસારા, સુરજ વધાવા, ભૂમિકા જાની, હરીશ ડગિયા, પ્રેમલ યાજ્ઞિક, સોનાલી નાણાવટી, શિવાની પાંડે, દેવ પટેલ, કૃપા ધવલ પંડ્યા વગેરે પણ જોવા મળશે.
Ahmedabad City, Diya Patel, Taekwondo Diya Patel