જન્માષ્ટમી નિમિત્તે ગુજરાતના ત્રણ ગાયકોએ એકસાથે ભગવાન કૃષ્ણ પર ત્રણ ગીત રિલીઝ કર્યા છે. આ ત્રણેય ગીતોમાં કૃષ્ણભક્તિની ઝલક જોવા મળી રહી છે.
ગુજરાતની સુપ્રસિદ્ધ ગાયિકા કિંજલ દવેનું ‘ઠાકર રહેજો રાજી’ ગીત જન્માષ્ટમી પર રિલીઝ કરવામાં આવ્યું છે. જે હાલ યુટ્યુબ પર ધૂમ મચાવી રહ્યું છે. આ ગીતને માત્ર છ જ દિવસમાં સાડા છ લાખથી વધારે વ્યુ મળ્યા છે. આ ગીતના શબ્દો લલિત દવેના છે અને તેમાં મ્યુઝીક મયુર નાડિયાનુ છે.
ગુજરાતના વધુ એક જાણીતા સિંગર ધવલ બારોટે પણ ભગવાન શ્રીકૃષ્ણ પર અદભૂત પ્રસ્તુતિ રજૂ કરી છે. ‘કાનુડો વાંસળી વગાડતો રડી રે પડ્યો’ ગીત દ્વારા ધવલ બારોટે શ્રીકૃષ્ણના વિરહની વેદનાને પોતાના ગીતમાં ઢાળી છે. આ ગીતના શબ્દો રમણ ચૌહાણે લખ્યા છે અને તેમાં સંગીત બાદલ નાડિયાનું છે.
આર. કમલકુમાર અને રેખા વાણિયાએ પણ જન્માષ્ટમી નિમિત્તે એક સુંદર ગીત રજૂ કર્યું છે. રાધારાણી રિસાયા છે અને શ્યામ તેમને મનાવે છે.. આવા શબ્દો દ્વારા આ ગીતમાં રાધા-કૃષ્ણના પ્રેમને દર્શાવ્યો છે. આ ગીતના શબ્દો સંદીપ રાઠોડ દ્વારા લખવામાં આવ્યા છે અને મીત ગોહિલનું મ્યુઝીક છે.
એક વાત ચોક્કસ છે કે આ ત્રણેય ગીતો આ વખતે નવરાત્રિમાં ધૂમ મચાવશે.