Friday, December 6, 2024
HomeNewsએક સાથે બે બોલિવૂડ ફિલ્મોમાં દેખાશે સંજય ગોરડિયા

એક સાથે બે બોલિવૂડ ફિલ્મોમાં દેખાશે સંજય ગોરડિયા

ગુજરાતી રંગમંચના બેતાજ બાદશાહ સંજય ગોરડિયા ફરી એક વખત બોલિવૂડ ફિલ્મમાં જોવા મળશે. આ કોમેડી કિંગ એક નહીં પરંતુ બે બોલિવૂડ મુવીમાં જોવા મળશે. બોલિવૂડ ફિલ્મ છિછોરે અને મેડ ઈન ચાઈનામાં આ કોમેડી કિંગ દેખાશે.

નિતેશ તિવારીના ડાયરેક્શન હેઠળ બની રહેલી છિછોરે ફિલ્મ વિશે વાત કરતાં સંજય ગોરડિયાએ જણાવ્યું હતું કે, ‘આ ફિલ્મમાં મે બે સીનમાં રોલ કર્યો છે. આ રોલ નાનો છે પરંતુ અગત્યનો છે.’ સાજીદ નડિયાદવાલાના પ્રોડક્શન હેઠળ બની રહેલી આ ફિલ્મ 6 સપ્ટેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. તો મિખિલ મુસલેના ડાયરેક્શન હેઠળ બની રહેલી ફિલ્મ મેડ ઇન ચાઈનામાં પણ તેમનો નાનો પરંતુ નોંધપાત્ર રોલ હોવાનું જણાવ્યું હતું. આ ફિલ્મ આગામી 30 ઓગસ્ટે રિલીઝ થવા જઈ રહી છે. તાજેતરમાં જ સંજય ગોરડિયાએ ‘પીએમ નરેન્દ્ર મોદી’ ફિલ્મમાં પણ કામ કર્યું હતું.

ગુજરાતી દર્શકોનાં ચહેરા પર ખડખડાટ હાસ્ય લાવનાર અને 95થી વધારે નાટકોનું ડાયરેક્શન કરનાર સંજય ગોરડિયાએ ફિલ્મીકાફે સાથે ખાસ વાતચીત કરતાં જણાવ્યું હતું કે, તેમની આગામી બંને ફિલ્મ જો સારી જશે તો બોલિવૂડ ક્ષેત્રે તેમના માટે કંઈક જાદુ થાય તેવી તેમને આશા છે.

સમાજને સંદેશ આપતાં અઢળક નાટકો બનાવનાર સંજય ગોરડિયાએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, તેઓ આ ઇન્ડસ્ટ્રીમાં એક્ટરથી વધારે સારુ યોગદાન આપી શક્યા નથી. તેમણે ગુજરાતીમાં માત્ર એક જ ફિલ્મ વેન્ટિલેટર કરી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments