એજ્યુકેશન સિસ્ટમ પર આધારિત ફિલ્મ ‘ટિચર ઓફ ધ યર’ 13 સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં રિલીઝ થશે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે આ ફિલ્મનું ટ્રેલર, પોસ્ટર તથા મ્યુઝિક
લોન્ચ કરવામાં આવ્યું હતું.
પાર્થ ટાંક પ્રોડક્શનના જ્યંતિભાઈ આર. ટાંક તથા પાર્થ જે. ટાંક દ્વારા આ ફિલ્મને પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે. પ્રો. વિક્રમ પંચાલ અને શૌનક વ્યાસ આ ફિલ્મને ડિરેક્ટ કરી રહ્યાં છે. આ ફિલ્મમાં શૌનક વ્યાસ, અલીશા પ્રજાપતિ, મેહુલ બુચ, રાગી જાની, નિસર્ગ ત્રિવેદી, જશ ઠક્કર તથા અર્ચન ત્રિવેદી સહિત અનેક ખ્યાતનામ કલાકારોએ અભિનય કર્યો છે.
ફિલ્મના પ્રોડ્યુસર પાર્થ ટાંકે ફિલ્મ વિશે વધારે માહિતી આપતાં જણાવ્યું હતું કે, અન્ય ફિલ્મોની જેમ આ ફિલ્મ ફક્ત પ્રોફિટેબલ વેન્ચર માટેની ફિલ્મ નથી. પરંતુ ફિલ્મ એક સામાજિક મેસેજ આપવા બનાવવામાં આવી છે.
તેમણે જણાવ્યું હતું કે, આ ફિલ્મના પ્રોફિટનો 10 ટકા ભાગ ગરીબ બાળકોના ભણતર માટે આપવાનું નક્કી કર્યું છે. આ માટે તેમની સંસ્થા ‘ટાંક એજ્યુકેશન ટ્રસ્ટ’ એ હ્યુમન કાઇન્ડ, શ્વાશ તથા સર્જન જેવાં એનજીઓ સાથે ભાગીદારી કરી છે.
Teacher Of The Year, Parth Tank Productions, Shounak Vyas, Alisha Prajapati