હાસ્યનો ખજાનો, ઈમોશનલનો ભંડાર અને લવ ટ્રાયેંગલ લઈને આવી રહી છે ગુજરાતી ફિલ્મ મોન્ટુ ની બિટ્ટુ. આરોહી પટેલ, મૌલિક નાયક, મેહુલ સોલંકી અને હેમાંગ શાહ દ્વારા અભિનીત આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ચુક્યુ છે અને 23 ઓગસ્ટે તે થિયેટરમાં રિલીઝ થશે.
ફિલ્મના ડાયરેક્ટર વિજયગીરી બાવાએ અમદાવાદની પોળોમાં જન્મ લેતી એક લવ સ્ટોરીને ખુબ જ સુંદર રીતે સ્ક્રીન પર ઉતારી છે.
ગુજરાતના યુવા લેખક રામ મોરીએ ફિલ્મની વાર્તા લખી છે. ટ્વિંકલ વિજયગીરી ફિલ્મને પ્રોડ્યુસ કરી રહ્યાં છે. ફિલ્મનું મોટાભાગનું શૂટીંગ અમદાવાદની પોળોમાં જ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં મ્યુઝીક મેહુલ સુરતીએ આપ્યું છે.