આ વર્ષે તમને નવરાત્રિ પહેલાં જ દાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠકનું ગરબા ગીત સાંભળવા મળશે. કારણ કે ગુજરાતી ફિલ્મ હંગામા હાઉસથી આ દાંડિયા ક્વીન ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરી રહ્યાં છે.
ફાલ્ગુની પાઠકે પ્રથમ વખત ગુજરાતી ફિલ્મ માટે ગીત ગાયું છે. હંગામા હાઉસ આગામી 13 સપ્ટેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. હંગામા હાઉસનું આ ગરબા ગીત ‘તારી મારી પ્રીત જાણે’ ને ફાલ્ગુની પાઠક અને ગુજરાતના જાણીતા સિંગર ઓસમાન મીર દ્વારા ગાવમાં આવ્યું છે.
આ ગરબા સોંગના શબ્દો પરેશ હિંગુ દ્વારા લખવામાં આવ્યા છે અને પરેશ શાહ તેમજ ભાવેશ શાહ દ્વારા તેને કંપોઝ કરવામાં આવ્યું છે.