‘આવું એય થાય’ વેબ સિરીઝનું નવું પોસ્ટર રિલીઝ

0
177

રોમાન્સ, ડ્રામા અને કોમેડીનો ડોઝ લઈને આવી રહી છે ગુજરાતી વેબ સિરીઝ  ‘આવું એય થાય’.

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ફરી એક વખત ધબકતી થઈ છે. ગુજરાતી ફિલ્મોની જેમ હવે એક પછી એક ગુજરાતી વેબ સિરીઝ પણ આવી રહી છે. થોડાક સમય પહેલાં જ આસ્થા પ્રોડક્શને ‘બસ ચા સુધી’ નામની વેબ સિરીઝ રજૂ કરી હતી અને હવે ટુંક જ સમયમાં તેઓ ‘આવું એય થાય’ નામની વેબ સિરીઝ રજૂ કરશે. જેનું નવું પોસ્ટર રિલીઝ થયું છે.

‘આવું એય થાય’ વેબ સિરીઝમાં આરજે રૂહાન આલમ અને રેવા ફેમ એક્ટ્રેસ મોનલ ગજ્જર છે. આ પહેલાં રૂહાન આલમ ‘બસ ચા સુધી’ નામની વેબ સિરીઝમાં પણ જોવા મળ્યો હતો. કુલ મળીને આ વેબ સિરીઝમાં 12 થી 13 પાત્રો જોવા મળશે. તો સાથે જ સાત એપિસોડની આ વેબ સિરીઝમાં રોમાન્સ, ડ્રામા અને કોમેડીનો ભરપુર ડોઝ જોવા મળશે.

આ વેબ સિરીઝનું ડિરેક્શન હિરેન દોશી અને પ્રિયલ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. તો ધ્રુષ્મા દોશી અને હિરેન દોશી પ્રોડ્યુસર છે. સંદિપ દવે આ વેબ સિરીઝના લેખક છે. આશા રાખીએ કે જેમ ‘બસ ચા સુધી’ ની સ્ટોરીમાં તેમણે લાગણીઓને સુંદર રીતે કંડારી હતી તેમ આ વેબ સિરીઝની સ્ટોરી પણ અદભૂત હશે. ફરી એક વખત ‘આવું એય થાય’ માં તમને રાહુલ રમેશનું મ્યુઝીક સાંભળવા મળશે.