ટુંક સમયમાં શરૂ થશે ‘તપ’ ફિલ્મનું શૂટિંગ

0
376

નારીની મનોવ્યથાને તાદશ્ય કરતી ફિલ્મ ‘તપ’ નો તાજેતરમાં જ ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. સામાજીક મુદ્દાને કેન્દ્રસ્થાને રાખીને બની રહેલી આ ફિલ્મને બજરંગ મુવીઝ પ્રસ્તુત કરી રહી છે.

માતા-પુત્રીની વ્યથાને વાચા આપતી અને સામાજીક વ્યવસ્થાને રજૂ કરતી ફિલ્મ ‘તપ’ ના નિર્માતા હિતેન્દ્ર પટેલ અને ઉપેનદ્ર મારૂ છે. આ ફિલ્મમાં પરીક્ષીતકુમાર અને નિરાલી જાની લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મનું દિગ્દર્શન અઝીઝ ઈબ્રાહિમ કરી રહ્યાં છે. પટકથા અને સંવાદ સંજય ગોહિલ દ્વારા લખવામાં આવ્યા છે. મનોજ-વિજયની જોડી આ ફિલ્મમાં સંગીત આપશે. ફિલ્મના ગીતો દિલીપ જોશી અને ભૂષિત શુક્લએ લખ્યા છે.

ફિલ્મનું શૂટિંગ 15 સપ્ટેમ્બર બાદ શરૂ થશે. જે ઓક્ટોમ્બર અંત સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે. ફિલ્મ ગોવા અને ગુજરાતમાં શૂટ થવાની શક્યતા છે.