ઐશ્વર્યા મજુમદારનું હોળી સ્પેશ્યલ ગીત રિલીઝ

0
37

હોળી જે તમારા પ્રિયજન વિના અધૂરી છે! સિંગર ઐશ્વર્યા મજમુદાર દ્વારા ‘શ્યામ વ્હાલા’ આ હોળી ગીત રજુ કરવામા આવે છે.  અમર ખાંધા એ સંગીત આપ્યું છે અને ચેતન ધાનાણીએ આ ગીત લખ્યું છે. આ ગીતમાં ઐશ્વર્યા મજમુદાર પણ જોવા મળી રહી છે. ગીતનું નિર્દેશન પ્રિન્સ ગુપ્તાએ કરેલું છે. 

આ ગીતના સંગીતકાર અમર ખાંધા જણાવે છે, “જ્યારે મેં શ્યામ વાલા ગીતને કંપોઝ કર્યુ ત્યારે તેનો ભાવાર્થ ભગવાનના પ્રેમ માટેનો હતો. આ ગીતને દરેક ચાહકો સુધી પહોંચાડવા માટે  હું ટીપ્સ ગુજરાતીનો આભાર માનું છું. પ્રાદેશિક સંગીતને પ્રોત્સાહન આપવું જે ભારતીય સંગીત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને પ્રિયા સરૈયાનો આભાર વ્યક્ત કરું છું કે, તેઓ કલાકારોને એક પ્લેટફોર્મ પૂરું પાડીને પ્રોત્સાહન આપે છે. ઐશ્વર્યાના સુંદર અવાજમાં આ ગીત રેકોર્ડ કરવામાં મને આનંદ થયો અને ચેતન ધાનાણીએ ખુબ સુંદર ગીત લખ્યું છે . “